Paresh Goswami Mawtha Prediction : ગુજરાતમાં ચોમાસાની વિદાય છે કે ચોમાસુ યુ ટર્ન મારે છે તે જ ખબર નથી પડતી. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે પરેશ ગોસ્વામીએ ફરી આગાહી કરી છે.
આ પણ વાચો :
Table of Contents
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 15 તારીખ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે અને હવે આગળના સમયમાં વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે તેવી સંભાવના છે.
ખેડૂત મિત્રોને સલાહ આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, જે ખેડૂતોને પ્રશ્ન હોય કે, આકાશ એકદમ સ્વચ્છ ક્યારથી થશે તો 16-17 તારીખથી વરસાદની તીવ્રતા ઓછી થશે પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. તે પછી 3 થી 4 દિવસનો ગેપ આવશે તે બાદ બંગાળની ખાડીમાં વધુ એક અસ્થિરતા સક્રિય થઈ છે. આ અસ્થિરતા આવનારા સમયમાં વધારે મજબૂત બની શકે છે, પરંતુ તેનો હાલ કોઈ ટ્રેક ફાઇનલ નથી કે કયા માર્ગે આગળ વધશે. જો ગુજરાતથી નજીક આવે તો ગુજરાતમાં વધુ વરસાદ લાવી શકે જો દૂરથી જાય તો દરિયાઇ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ શક્યતા રહે.
21થી 25 ઓક્ટોબરમાં વરસાદની આગાહી – Paresh Goswami Mawtha Prediction
આ સાથે તેમણે જણાવ્યું છે કે, 21 થી 25 ઓક્ટોબર સુધીમાં હળવા સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. જોકે, આ વરસાદ કેટલા વિસ્તારમાં અને કેટલી માત્રામાં પડશે તે આવનારા સમયમાં ખબર પડી શકે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, દિવાળી પહેલા એક માવઠું થવાની શક્યતા રહે પરંતુ એ સિસ્ટમ ગુજરાતથી દૂર કે નજીકથી પસાર થશે તે આગામી સમયમાં જ ખબર પડે. જો નજીકથી પસાર થશે તો ગુજરાતમાં સારો વરસાદ લાવશે અને જો દૂરથી પસાર થશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
21થી 25 ઓક્ટોબરમાં વરસાદની આગાહી
આ સાથે તેમણે જણાવ્યું છે કે, 21 થી 25 ઓક્ટોબર સુધીમાં હળવા સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. જોકે, આ વરસાદ કેટલા વિસ્તારમાં અને કેટલી માત્રામાં પડશે તે આવનારા સમયમાં ખબર પડી શકે.