હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO માં નહીં આપવો પડે ટેસ્ટ, આવી ગયા RTO ના નવા નિયમો

Online Driving Licens | ડ્રાઇવિંગ લાયસન્સ | RTO ના નવા નિયમો | Learning licence | શિખાઉ લાયસન્સ | Learning Licence in Gujarat

આજે આપણે આ પોસ્ટ માં ડ્રાઇવિંગ લાઇસન્સ ના નવા નિયમો તેમજ ડ્રાઇવીંગ લાઇસન્સની વિગતોમાં ફેરફારક કરવા અથવા તેની નકલ મેળવવા, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા, ડ્રાઇવીંગ લાઇસન્સના રિન્યુઅલ (પુનઃ માન્યતા), તેના વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું તો તમે આ પોસ્ટ ને અંત સુધી વાંચો.

1988 Motor Vehicle Act દ્વારા ભારતમાં વાહન ચલાવવાની ઇચ્છા ધરાવતા કોઈપણ વ્યક્તિએ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ફરજિયાત છે. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો તે પહેલાં, તમારે પહેલા શીખનારનું લાઇસન્સ (Learning licence) મેળવવુંં ફરજિયાત છે, તો પાકું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવ્યા પહેલા તમારે શીખનારના લાઇસન્સ માટે અરજી કરવી પડે. Gujarat માંં Learning licence માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. તે ઓનલાઇન અરજી કરવી ખૂબ જ સરળ છે અને તે બધા વય જૂથો માટે યોગ્ય છે.

ટૂંક સમયમાં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે નવા નિયમનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ અંતર્ગત, માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ કેન્દ્રો પર સફળતાપૂર્વક તાલીમ મેળવનાર ઉમેદવારોએ DL મેળવતી વખતે ફરીથી ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા આપવાની રહેશે નહીં, તેમને આમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કે, તમારે કેન્દ્રમાં તાલીમ પૂર્ણ કર્યા પછી એક પરીક્ષણ પાસ કરવાની જરૂર પડશે, જે ઑડિટ માટે ઇલેક્ટ્રોનિક રીતે રેકોર્ડ કરવામાં આવશે.

5 વર્ષ પછી રિન્યુ કરાવવાનું રહેશે

મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવા માન્ય ડ્રાઇવિંગ કેન્દ્રોમાંથી ડ્રાઇવિંગની તાલીમ લીધા પછી, ડ્રાઇવરો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં મદદરૂપ થશે. નોટિફિકેશન મુજબ, માન્યતા પ્રાપ્ત કેન્દ્રો દ્વારા આપવામાં આવેલી માન્યતા પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે અને તેનું નવીકરણ કરી શકાશે. લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવર ડ્રાઇવિંગ કોર્સનો સમયગાળો ચાર અઠવાડિયામાં મહત્તમ ૨૯ કલાકનો રહેશે.

આ કોર્સને થિયરી અને પ્રેક્ટિસ એમ બે કેટેગરીમાં વહેંચવામાં આવશે. મધ્યમ અને ભારે મોટર વાહનો માટેના અભ્યાસક્રમનો સમયગાળો છ અઠવાડિયામાં ૩૮ કલાકનો રહેશે. આ દરમિયાન, ડ્રાઇવરોને રસ્તા પરના અન્ય ડ્રાઇવરો સાથે વધુ સારા વર્તન અને શિસ્ત વિશે પણ મહત્વપૂર્ણ બાબતો શીખવવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

  • એપ્લિકેશન માટે ફોર્મ નંબર 9
  • બે પાસપોર્ટ સાઇઝ ફોટો (picture)
  • વર્તમાન ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License)
  • ઉંમર અને રહેઠાણનું માન્ય પ્રમાણપત્ર (Age Certificate) ની સેલ્ફ અટેસ્ટેડ કોપી.
  • ફોર્મ નંબર 1 જેમાં શારિરીક ફિટનેસની સ્વ-ઘોષણા પત્ર હશે.
  • ફોર્મ નંબર 1એ, જે ચિકિત્સા પ્રમાણપત્ર છે. (40 વર્ષથી વધુ ઉંમરના અરજદારો માટે જરૂરી)

ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા આ રીતે કરો અરજી

પોતાના ડ્રાઇવિંગ લાયસન્સને રિન્યૂ કરાવવા માટે પરિવહન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ https://parivahan.gov.in/parivahan/  પર ક્લિક કરો. અહીં તમે ઓનલાઇન અરજી (Online Application) પર ક્લિક કરો. તે તમને મેન્યૂ બાર પર ડાબી બાજુ જોવા મળશે.

  • તે બાદ ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવા પર ક્લિક કરો.
  • તમે જે રાજ્યમાં છો તે સિલેક્ટ કરો.
  • તે બાદ સર્વિસિઝ ઓન ડ્રાઇવિંગ લાયસન્સ પર ક્લિક કરો.
  • અહીં આપેલા નિર્દેશોને સારી રીતે વાંચી લો, પછી નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે આવેદન પત્રમાં તમારો વર્તમાન લાયસન્સ નંબર અને પિન કોડ સહિત અન્ય જાણકારી ભરો.
  • તે બાદ રિન્યુઅલ પર ક્લિક કરો.
  • તમારો ફોટો અને સિગન્ચેર અપલોડ કરો.
  • જરૂરી લાગે તો મેડિકલ ટેસ્ટનો સ્લોટ બુક કરો નહીંતર સ્કીપ કરો.
  • છેલ્લે લાયસન્સને રિન્યુઅલ કરવા માટે તમારે 200 રૂપિયા ભરવાના છે. હવે નેટ બેંકિંગ/ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ કોઇપણ માધ્યમથી ચુકવણી કરી શકો છો.

ડ્રાઇવીંગ લાઇસન્સની વિગતોમાં ફેરફારક કરવા અથવા તેની નકલ મેળવવા

  • ડ્રાઇવીંગ લાઇસન્સની વિગતોમાં ફેરફારક કરવા અથવા તેની નકલ મેળવવા ઓનલાઇન અરજી કરવા ની રહૅશે
  • જેમાં અસલ ડ્રાઇવીંગ લાઇસન્સ અને રૂ.200 ફી ભરવાની રહેશે.
  • અરજીકર્તા અસલ સ્માર્ટ કાર્ડનો નંબર ભૂલી ગયા હોય તો તેવા સંજોગોમાં તે તેની માહિતી મેળવવા અરજી કરી શકે છે, આ અરજીમાં તેણે પોતાનું નામ, સરનામું, જન્મતારીખની સાથે રૂ.25 ફી ભરાવાની રહેશે.
  • ડ્રાઇવીંગ લાઇસન્સમાં નામ, સરનામું વિગેરે બદલાવવું હોય તો સાદા કાગળ ઉપર સ્માર્ટ કાર્ડ સાથે રૂ.200 ફી ભરવી જરૂરી છે.
  • અરજી સાથે લાઇસન્સ આપનાર મૂળભૂત અધિકૃત તંત્રનું એનઓસી જોડવાનું રહેશે.

આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ પરવાનો (IDP)

  • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ફોર્મ 4(એ) PDF file માં અરજીની સાથે ફોર્મ 1(એ) PDF file માં મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરવાનું રહેશે.
  • વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સની નકલ. પાસપોર્ટ, વીઝાની નકલ અને ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અરજી સાથે જોડવા જરૂરી છે.
  • આ હેતુ માટે રૂ.1000 ની ફી ભરવાની રહેશે.
  • પરવાનો એક વર્ષના સમયગાળા માટે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સની માન્યતા પૈકી જે વહેલું હોય તેટલા સમય માટે આપવામાં આવે છે.
  • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ડુપ્લિકેટ(નકલ) કે રિન્યુઅલ કરવામાં નહીં આવે.
  • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ રિન્યુઅલ કરવામાં નહીં આવે.
  • એ નોંધવું જરૂરી છે કે આવા લાઇસન્સ માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે અને તમણે આરટીઓમાં પ્રત્યક્ષ ઉપસ્થિત થવાનું રહેશે.

ડ્રાઇવીંગ લાઇસન્સ આપવું

અરજીકર્તાને લર્નીંગ લાઇસન્સ જે દિવસે તે નોલેજ ટેસ્ટ માટે રૂબરૂ આવે ત્યારે તે જ દિવસે મળી જશે.

  • ડ્રાઇવીંગ લાઇસન્સ સ્પીડ પોસ્ટથી અરજીકર્તા દ્વારા અરજીમાં દર્શાવવામાં આવેલા સરનામે મોકલવામાં આવશે.
  • આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ પરવામો અરજીકર્તાને રૂબરૂ આપવામાં આવશે.

મુખ્યમંત્રી અમૃતમ યોજના 2022 | Mukhyamantri Amrutum Yojana forms,Details In Gujarati

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top