મફત છત્રી યોજના | Free Umbrella Scheme Gujarat | બાગાયતી યોજના

મફત છત્રી યોજના | Free Umbrella Scheme Gujarat | બાગાયતી યોજના | ikhedut Portal | Mafat Chhatri Yojana | ફળો અને શાકભાજી વેચાણકારો માટેની યોજના । Horticultural Scheme । ખેડૂતલક્ષી યોજના

Gujarat State માં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. યોજનાઓનો લાભ લઈને નાગરિકો સમાજમાં નાના વ્યવસાય, ધંધા કરીને સન્માનભેળ જીવન જીવી શકે તે મહત્વનો ઉદ્દેશ છે. સરકાર દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, વિદ્યાર્થીલક્ષી યોજનાઓ, શિષ્યવૃત્તિની યોજનાઓ, ખેડૂતલક્ષી યોજનાઓ વગેરે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતો, પશુપાલકો, બાગાયતી કે ફળોનું ઉત્પાદન કરતા વેચાણકારો વગેરે માટે પણ વિવિધ સરકારી યોજનાઓ ikhedut દ્વારા ઓનલાઈન ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું.

Mafat Chhatri Yojana Gujarat

Agriculture cooperation department, Gujarat of Government દ્વારા ખેડૂત લક્ષી યોજનાઓના ઓનલાઈન અરજીઓ સ્વીકરવાનું ચાલુ થયેલ છે. Bagayati Yojana દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધિતીઓ રજૂ કરવામાં આવતી હોય છે. જેને ધ્યાને લઈને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવવેલ છે. આ મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Mafat Chhatri Yojana નો હેતુ

ગુજરાત રાજ્યના ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. આ યોજના માટે નાના વેચાણકારોને ikhedut portal online registration કરવાનું રહેશે.

Mafat Chhatri Yojana પાત્રતા

Bagayati Yojana દ્વારા નાના વેચાણકારોને સીધી સાધન સહાય આપવામાં આવશે. જેના માટે Government of Gujarat દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી થયેલી છે. આ મફત છત્રી યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે તે જે નીચેની માહિતી દ્વારા જાણી શકાશે.

 • આ યોજનાનો લાભ ફળો અને શાકભાજીનું વેચાણકારો મળશે.
 • લાભાર્થીઓ ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
 • અરજદાર રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે.
 • નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
 • જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેનું વેચાણ કરતા નાના વેચાણકારો મફત છત્રી યોજનાનો લાભ મળશે.

Highlight Point of i khedut Mafat Chhatri Yojana

યોજનાનું નામ Mafat Chhatri Yojana Gujarat 2021
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ ફૂલો, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા મફત છત્રી આપવા આવશે.
લાભાર્થી ફળો, શાકભાજી અથવા ફૂલોનું વેચાણ કરતા નાના વેચાણકારોને
સહાયન સાધન સહાય- મફત છત્રી
ikhedut portal website https://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી Click કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ 15/09/2021 સુધી ઓનલાઈન અરજી થશે

મફત છત્રી યોજના Benefit

આ Gujarat Government Schemes માં ફળો, ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આવા જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો, હાટમાં કે લારી ફેળિયા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને આ યોજના હેઠળ મફત છત્રી આપવામાં આવશે. આ યોજનાનો લાભ વ્યક્તિગત અને સંસ્થાને લાભ મળવાપાત્ર થશે.

 • આ યોજના આધારકાર્ડ દીઠ નાના વેચાણકારોને એક છત્રી આપવામાં આવશે.
 • પુખ્યવયની લાભાર્થીને છત્રી આપવામાં આવશે.

મફત છત્રી યોજના Document

ikhedut portal દ્વારા બાગાયતી વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓની Online Application કરવાની ચાલુ થયેલ છે. મફત છત્રીનો લાભ લેવા માટે નીચે મુજબના Document જરૂર પડશે.

1. આધારકાર્ડની નકલ

2. ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)

3. રેશનકાર્ડની ઝેરોક્ષ

4. અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)

5.દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)

6. સંસ્થાએ લાભ લેવાના હોય તો રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર

ikhedut portal Registration Step by Step

આઈ પોર્ટલ યોજનાના હેઠળ Mafat Chhatri Yojna In Gujarat નો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. નાના વેચાણકારો ગ્રામ કક્ષાએથી VCE પાસેથી, તાલુકા કચેરીમાંથી, કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે અરજી કરી શકે છે.છે. આ યોજનાની ઓનલાઈન અરજી ઘરેથી પણ કરી શકાય છે.

Free Umbrella Scheme Gujarat

 • લાભાર્થીએ પહેલાં ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં https://ikhedut.gujarat.gov.in/ Website Open કરવી.
 • ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.
 • યોજના પર ખોલ્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી યોજનાઓ” ખોલવી.
 • “Bagayati Yojana” ખોલ્યા બાદ વિવિધ યોજનાઓ બતાવતી હશે.
 • જેમાં ડ્રેગન ફૂટ, પ્લગ નર્સરી, ફળ અને શાકભાજીના વેચાણકારો માટે મફત છત્રી યોજના વગેરે.
 • જેમાં “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી” પર ક્લિક કરવી.
 • જયાં તમામ સૂચના વાંચવાની રહેશે. ત્યારબાદ “તમે વ્યક્તિગ લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો” તે પસંદ કરવાનું રહેશે.
 • તમે રજીસ્ટર અરજદાર છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • લાભાર્થી દ્વારા તમામ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
 • લાભાર્થી દ્વારા પોતાની મફત છત્રી યોજનાની અરજીની વિગતો ચકાસીને Application Confirm કરવાની રહેશે. Application Confirm થયા પછી અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં. જેની નોંધ લેવી.
 • લાભાર્થી દ્વારા એપ્લિકેશનના આધારે Print મેળવી શકશે.

ઓનલાઈન અરજી બાદ શું કરવું

 • લાભાર્થી દ્વારા મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ ikhedut portal પરથી પ્રિન્‍ટ લેવાની રહેશે.
 • આ પ્રિન્‍ટ પર લાભાર્થીએ સહી/સિક્કા કરવાની રહેશે.
 • અરજીમાં માંગ્યા મુજબના ડોક્યુમેન્‍ટ જોડાણ કરીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં જમા કરાવી રહેશે.
 • લાભાર્થી દ્વારા મળેલ Mafat Chhatri Yojana ની અરજી વિગતોની ખરાઈ કરવામાં આવશે. જ્યાં લક્ષ્યાંકની મર્યાદા રહીને જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
 • Umbrella Scheme માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. જ્યાંથી નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

બાગાયતી યોજનાઓ દ્વારા આ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર પૂરા પાડવા યોજનાની ઓનલાઈન અરજી કરવાની રહેશે. Free Umbrella scheme in Gujarat યોજનાની ઓનલાઈન અરજી તા- 15/09/2021 સુધી કરી શકશે.

Important Link of Ikhedut Portal

Mafat Chhatri Application Status   Click Here 
Free Umbrella scheme Application Print   Click Here 
Direct Link Free Umbrella Scheme Online Application Click Here 
Application Confirm Click Here 

Atal Pension Yojana | અટલ પેન્શન યોજના 2021

Leave a Comment