સખી વન સ્ટોપ સેન્ટર યોજના | One Stop Center Yojana 2022

One Stop Center Yojana 2022 | સખી વન સ્ટોપ સેન્ટર યોજના | One Stop Center Scheme | One Stop Center | સખી વન સ્ટોપ સેન્‍ટર યોજના | One Stop Center Helpline Number | MINISTRY OF WOMEN & CHILD DEVELOPMENT DEPARTMENT | SAKHI ONE STOP CENTRE OSC |

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (Ministry of Women & Child Development Department) દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેના અંતર્ગત તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા માટે ઓગષ્ટ 2016 થી One Stop Center Scheme શરૂ કરવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મુખ્યમથકે ‘One Stop Center Yojana’ શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ OSC સેન્‍ટર 27×7 કલાક તથા 365 દિવસ ચાલુ રહેતી મહિલાઓની સેવામાં કાર્યરત રહે છે.

One Stop Center Yojana નો હેતુ

જાહેર અને ખાનગી કોઈપણ સ્થળે મહિલા હિંસાનો ભોગ બને તો આ સેવાનો લાભ લઈ શકે છે. પીડિત મહિલાને એક જ છત્ર હેઠળ તેને જરૂર હોય તેવી તમામ સુવિધાઓ પુરી પાડવાનો મુખ્ય હેતુ છે.One Stop Center Yojana દ્વારા મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, કાયદાકીય માર્ગદર્શન અને સહાય, પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરામર્શ (Psychological Counseling) આપવામાં આવે છે. હિંસાગ્રસ્ત મહિલા પાસે રહેવાની સુવિધા ન હોય તેવા સંજોગોમાં હંગામી ધોરણે આશ્રય તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે.

One Stop Center Yojana નો કોણ લાભ લઈ શકે?

વન સ્ટોપ સેન્‍ટર યોજનામાં જાહેર સ્થળ, ખાનગી સ્થળ કે કુટુંબ સ્થળ પર કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓ આ સેન્‍ટરનો લાભ લઈ શકે છે. આ સેવાનો લાભ લેવા માટે કોઈપણ જાતના જાતિ,જ્ઞાતિ,ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી. મહિલાના વૈવાહિક દરજ્જો, શૈક્ષણિક લાયકાત કે ઉંમરના ભેદભાવ વિના Sakhi One Stop Center Scheme ની સેવાઓનો લાભ લઈ શકે છે. નીચે આપેલી હિંસાનો ભોગ બનેલ મહિલાઓ સખી વન સ્ટોપ સેન્‍ટર યોજનાનો લાભ લઈ શકે છે.

 • ઘરેલું હિંસા
 • શારીરિક હિંસા
 • જાતિય હિંસા
 • માનસિક હિંસા
 • એસિડ એટેક
 • મહિલાઓના અનૈતિક વ્યાપાર
 • અન્ય કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ

One Stop Center Yojana

One Stop Center Yojana ની રૂપરેખા

ભારતના સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (Ministry of Women & Child Development Department (WCD)  દ્વારા દેશના દરેક રાજ્યમાં વન સ્ટોપ સેન્‍ટર-સખી યોજના કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. One Stop Centre (OSC) દ્વારા પીડિત-શોષિત મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ કરવાનું છે.

One Stop Center Guidelines મુજબ સેન્‍ટર પીડિત મહિલાને ઘરમાં, સમાજમાં અથવા કાર્યના સ્થળે થતી હિંસા સામે તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે. આ સેન્‍ટર દ્વારા તબીબી સેવા , મનોવૈજ્ઞાનિક પરામર્શ, કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા, આશ્રય અને સંસ્થાકીય મદદ પૂરી પાડશે. મહિલાઓ અને કિશોરીઓ સમાજમાં શારીરિક, જાતિય, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક પ્રકારની હિંસાનો ભોગ બને છે. જેના લીધે એસીડ એટેક, ડાકણ પ્રથા, સ્ત્રી ભૂણહત્યા, ઘરેલું હિંસા, કાર્યના સ્થળે થતી હિંસા વગેરે સમાજમાં જોવા મળે છે. તમામ પ્રકારની મદદ એક જ સ્થળેથી પૂરી પાડવામાં આવશે.

વન સ્ટોપ સેન્ટર દ્વારા કોઈપણ મહિલાને કોઈપણ સ્થળ પર જવા-આવવા માટે વાહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત હિંસાથી અસરગ્રસ્ત મહિલાના તાત્કાલિક બચાવ અને તેને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે 181 મહિલા અભયમ હેલ્પલાઈનની વાનની પણ મદદ લેવામાં આવે છે.

જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ-2000 અને બાળકોના જાતિય શોષણ સામે રક્ષણ આપતો અધિનિયમ-2012 અંતર્ગત કાર્યવાહી કરેલ હોય તેવી બાળકી/કિશોરીઓને પણ આ કેન્દ્ર ખાતેથી મદદ આપવામાં આવે છે.

પીડિત મહિલાની સમસ્યાના નિકાલ માટેની કાર્યપદ્ધિત

 • કોઈપણ હિંસાનો ભોગ બનેલી મહિલા માટે ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની તમામ સેવા નિઃશુલ્ક છે.
 • સખી સેન્‍ટર પર આવેલી પીડિત મહિલા સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન
 • કાયદાની મર્યાદાઓ પ્રમાણે મહિલાને પોતે નિર્ણય લેવા સમક્ષ કરવી.
 • સમસ્યાના ઉકેલ માટેના વિકલ્પો જણાવવા, જેમાંથી પોતે પસંદ કરે તે વિકલ્પ અનુસરવો.
 • પીડિત મહિલાઓને ભયમુક્ત કરવી અને આત્મ સન્માન જાળવવામાં મદદ કરવી.

One Stop Center Yojana

One Stop Center Yojana હેલ્પલાઇન નંબર

રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલા પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા એવો ભય હોય તો  તે સમયે ‘અભયમ્ 181 મહિલા હેલ્પલાઈન (181 Abhayam Mahila Helpline)  પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે.  હિંસાથી પીડિત મહિલાને રહેવા માટે સુરક્ષિત જગ્યા ન હોવાના કિસ્સામાં ‘સખી-વન સ્ટોપ સેન્‍ટર” પર આશ્રય માટે મોકલી પણ આપવામાં આવે છે.

Niradhar Vrudh Sahay Yojana Gujarat | નિરાધાર વૃદ્ધોને અને નિરાધાર અપંગો માટે સહાય યોજના

Leave a Comment