પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2022 | Online Apply 2022 | Palak Mata Pita Yojana Gujarat Government, પાલક માતા પિતા યોજના ફોર્મ pdf, Full Details About Palak Mata Pita Yojana-Gujarat 2022, સમાજ કલ્યાણ યોજનાઓ pdf
ભારત સરકાર અને ગુજરાત સરકાર બાળ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે પ્રતિબધ્ધ છે. રાજ્યમાં નિરાધાર, અનાથ, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મૂકાયેલા બાળકો રક્ષણ માટે સરકાર દ્વારા ઘણી બધી ‘સરકારી યોજનાઓ’ ચાલે છે. જ્યારે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, બાળકના અધિકારોનું હનન થાય, શારીરિક અને માનસિક અત્યાચાર કે અન્ય કોઈપણ રીતે શોષણ થતું હોય ત્યારે બાળક ચિલ્ડ્રન હોમમાં રહી શકે છે. બાળક ચિલ્ડ્રન હોમમાં રહીને મફત શિક્ષણ મેળવી શકે છે.
ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે ઘણી સરકારી યોજનાઓ ચાલે છે. Social Justice & Empowerment Department (Government Of Gujarat) હેઠળ નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને માસિક રૂ. ૩૦૦૦ની સહાય એમના ખાતામાં DBT મારફતે ચૂકવાય છે.
Palak Mata Pita Yojana માટેની પાત્રતા
Palak Mata Pita Yojana Gujarat Government દ્વારા યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.
ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
જેમના માતા-પિતા બન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને “Palak Mata Pita Yojana” લાભ મળશે.
Palak Mata Pita Yojana માં કેટલી સહાય મળે?
Palak Mata Pita Yojana Online અરજી કર્યા બાદ “અનાથ બાળકોને માસિક રૂ. 3000/- સહાય મળે છે. જે બાળકોની સંભાળ રાખતા નજીકના સગાઓને DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખૂબ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો. કોરોના સંક્રમણને કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા અનાથ બાળકને પણ મહિને 4000 હજારની સહાય ચૂકવાશે. આ અનાથ બાળકને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

Palak Mata Pita Yojana માટે ડોક્યુમેન્ટ
જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Gujarat Document નીચે મુજબ નક્કી થયેલા છે.
- બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C) માથી કોઈ પણ એક
- બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
- જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
- માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
- આવકના દાખલાની નકલ (Income Certificate)
- બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્ટની પાસબુક
- બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
- પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ
નોંધ:- આવકના દાખલા માટે ગ્રામીણ વિસ્તાર માટે 27,000/- થી વધુ અને શહેરી વિસતાર માટે 36,000/- થી વધુની આવક હોવી જોઈએ. Palak Mata Pita Yojana માં માહિતી મેળવીને અરજી કરવી જોઈએ.
યોજનાનું અમલીકરણ
ગુજરાત રાજ્ય કક્ષાએ નિયામક સુરક્ષા દ્વારા આ યોજનાનું અમલીકરણ થાય છે. પરંતુ જિલ્લા કક્ષાએ ‘જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કામગીરી થાય છે. જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી” હેઠળ આવેલી છે.
Palak Mata Pita Yojana Details ને ધ્યાનમાં લઈને સહાય મંજુર કરવાની પ્રક્રિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને થાય છે. જે માટે સ્પોન્સરશીપ એન્ડ પોસ્ટલ કેર એપ્રુવલ સમિતી (SFCAS) દ્વારા મંજુર-નામંજુર કરવામાં છે. સરકારીશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોનુસાર પાત્રતા ધરાવતાં બાળકોની “Mata Pita Palak Yojana in Gujarati” નો લાભ આપવામાં આવે છે.
Palak Mata Pita Yojana માટે અરજી ક્યાં કરવી?
આ યોજના Director Social Defense (નિયામક સમાજ સુરક્ષા) દ્વારા ચાલે છે. Palak mata pita yojana online અરજી કરવાની હોય છે. જેના માટે e-samaj kalyan નામનું પોર્ટલ બનાવેલ છે.
Palak Mata Pita Yojana Online Apply (Official Website) | Click Here |
Palak Mata Pita Yojana For Information | Click Here |
પાલક માતા-પિતા યોજના pdf
ગુજરાત સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા માટે અરજીનો નિયત નમૂનો બનાવેલ છે. જેન Download કરવા માટે નીચે આપેલ બટન પર click કરો.
Balak Na Palak Mata Pita Sahay Arji Form Pdf
Download Pdf Form Click Here
Download Word Form Click Here
Download Application Form- : Click here
પાલક માતા-પિતા યોજના Helpline Number
પાલક માતા-પિતા યોજના અન્વયે વધુ માહિતી માટે સંબધિત જિલ્લા ખાતે આવેલી ‘’જિલ્લા બાળ સુરક્ષા એકમ” નો સંપર્ક કરવો. તથા “જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી શકાય છે.