પશુ સંચાલિત વાવણીયો | Pashu Sanchalit Vavaniyo | ikhedut Portal 2022

પશુ સંચાલિત વાવણીયો | Pashu Sanchalit Vavaniyo | ikhedut Portal | ikhedut portal registration | ખેડૂત સાધન સહાય યોજના | Khedut Yojana । ખેડૂતલક્ષી યોજના । Subsidy Yojana Gujarat

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોના ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે કાયમ પ્રયત્નશીલ રહેતી હોય છે.રાજ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો સરળતાથી ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતીની યોજનાઓ વગેરે તમામ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી અને લાભ મેળવી શકે છે. જેમાં ખેડૂતોને વાવણી કરવા માટે, ખેડાણ કરવા માટે, કે અન્ય ઉપયોગ માટે સાધનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. જેથી ખેડૂતો ઓછા ભાવે ખરીદી કરીને ખેતીમાં અવનવી પદ્ધતિનો ઉપયોગ કરી શકે.

Pashu Sanchalit Yojana નો હેતુ

ગુજરાત રાજ્યમાં જંગલીય, પર્વતીય વિસ્તારમાં કે અન્ય કોઈપણ સ્થળો પર વસવાટ કરતા હોય અને જેઓ હાલમાં પણ પશુ સંચાલિત ખેતી કરતા હોય તેઓને સાધન સહાય આપવાનો ઉદ્દેશ છે. નાના, સીમાંત અને મહિલા ખેડૂતો જો પશુ આધારિત વાવણી કરતા હોય તો પશુ સંચાલિત વાવણીયો આપવામાં આવશે. આ સહાય યોજના પર 40 થી 50% સુધી સબસીડી આપવામાં આવશે.

Pashu Sanchalit Yojana લાભ મેળવવાની પાત્રતા

 • અરજદાર નાના, સીમાંત અને મહિલા ખેડૂત હોવો જોઈએ.
 • ખેડૂત અરજદાર આર્થિક રીતે નબળા, OBC, એસ.સી. એસ.ટી, જનરલ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
 • ખેડૂત જમીન રેકોર્ડ અથવા ટ્રાઈબલ લેન્‍ડ કે વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
 • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
 • દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.

Pashu Sanchalit Vavaniyo Keypoint

યોજનાનું નામ Pashu Sanchalit Vavaniyo
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ  ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય
લાભાર્થી નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને
સહાયની રકમ કુલ ખર્ચના 40 અને 50% અથવા રૂપિયા 8000 અને 10,000 (દસ હજા) બે માંથી જે ઓછું હોય તે (જ્ઞાતિ મુજબ)
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ 02/10/2021

Pashu Sanchalit Vavaniyo મેળવવાની શરતો

 • Gujarat State Portal- ikhedut પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • આ યોજનાનો લાભ નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને મળશે.
 • લાભાર્થી ખેડૂતે વિભાગ દ્વારા પેનલમાં સમાવેશ કરેલ હોય તેવા ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.

Ikhedut પોર્ટલ દ્વારા યોજનામાં મળવાપાત્ર લાભ

ગુજરાત રાજ્યના નાના,સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતોને જાતિ આધારિત કુલ ખર્ચના 40 અને 50% અથવા રૂપિયા 8000 અને 10,000 (દસ હજા) બે માંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવાપાત્ર થશે. રાજ્યમાં જ્ઞાતિ અને યોજના હેઠળ મળવાપાત્ર સબસીડીની વિગતો નીચે મુજબ છે.

સ્કીમ- AGR 2 (FM) મહિલા, નાના અને સીમાંત ખેડૂતો માટે આ સ્કીમમાં સમાવેશ થનાર લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે. અન્ય ખેડૂતો માટે:- કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 8,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.
સ્કીમ- AGR 3 (FM) અનુસુચિત જન જાતિના ખેડૂતો માટે આ ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.
સ્કીમ- AGR 4 (FM) અનુસુચિત જાતિના ખેડૂતો માટે આ જ્ઞાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે.
SMAM નાના / સિંમાંત/ મહિલા/ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.

 Pashu Sanchalit Vavaniyo Yojana નો લાભ લેવા માટેના ડોક્યુમેન્‍ટ

આઈ ખેડૂત પોર્ટલ દ્વારા વર્તમાન વર્ષમાં સરકારની નવી યોજનાઓના ઓનલાઇન ફોર્મ સ્વીકારવાના શરૂ થયેલ છે. જેમાં આ સહાય યોજના માટે Form ભરવા માટે નીચે મુજબના Document જરૂર પડશે.

1. આધારકાર્ડની નકલ

2. ikhedut portal 7 12 8a ની નકલ

3. રેશનકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ (જો હોય તો)

5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

6. જમીનના 7/12 અને 8-અ માં સંયુક્ત ખાતેદારના કેસમાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

પશુ સંચાલિત વાવણીયોનો લક્ષ્યાંક: Pashu Sanchalit Vavaniyo

કિસાનો માટે સાધનની ખરીદી પર સબસીડી માટે નક્કી સંખ્યામાં વિભાગ દ્વારા આપવામાં આવશે. જેને ધ્યાને રાખીને લાભાર્થી ખેડૂતોની અરજીઓને માન્ય રાખવામાં આવશે અને આ સબસીડી યોજના હેઠળ ખેડૂતો ખરીદી કરી શકશે. રાજ્યના વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક નીચે મુજબના ટેબલ પરથી સ્કીમ વાઈઝ જાણી શકાશે.

સ્કીમનું નામ લક્ષ્યાંક
સ્કીમ- AGR 2 (FM) મહિલા, નાના અને સીમાંત ખેડૂતો માટે 3000 (ત્રણ હજાર)
સ્કીમ- AGR 3 (FM) અનુસુચિત જન જાતિના ખેડૂતો માટે 27
સ્કીમ- AGR 4 (FM) અનુસુચિત જાતિના ખેડૂતો માટે 44
SMAM

Ikhedut Online Arji : Pashu Sanchalit Vavaniyo

પશુ સંચાલિત વાવણીયો યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી, તાલુકાઓની કચેરીમાંથી, ઓનલાઈન વર્ક તથા કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકશે.

 • સૌપ્રથમ ‘ગુગલ સર્ચ એન્‍જિન” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં વિભાગની અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
 • Khedut Yojana માટેની વેબસાઈટ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 •  “ખેતીવાડી ની યોજના” Open કર્યા બાદ જ્યાં પશુ સંચાલિત વાવણીયો પર ક્લિક કરવાનું રહેશે.
 • જેમાં “Pashu Sanchalit Vavaniyo” માં “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
 • નવા પેજ પર તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો પહેલાં રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ ઓનલાઈન અરજીની કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card  અને Mobile Number નાખ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Online Registration કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Form ભરવું.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
ikhedut portal 2021 |ikhedut portal | khedut portal | ikhedut portal yojana | khedut i portal | i portal khedut | Pashu Sanchalit Vavaniyo | પશુ સંચાલિત વાવણિયો ઓનલાઈન
 • ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે. એકવાર અરજી કન્‍ફર્મ થયા પછી ઓનલાઈન અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.
 • ખેડૂત ઓનલાઇન અરજી નંબરના આધારે યોજનાની પ્રિન્‍ટ મેળવી શકશે.

Pashu Sanchalit Vavaniyo | ikhedut Portal Application Status 

લાભાર્થી ખેડૂત દ્વારા કરેલ અરજીના આધારે જાતે ikhedut application status check કરી શકે. સ્ટેટસ ચેક કરવા માટે નીચેની લિંક દ્વારા જાણી શકાશે.

તમારી અરજીનું સ્ટેટસ તપાસો

Pashu Sanchalit Vavaniyo | ikhedut Portal

રાજ્યના ખેડૂતો દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ હોય તેની પ્રિન્‍ટ મેળવી શકે છે. આ પ્રિન્‍ટના આધારે ભવિષ્યમાં યોજનાનો લાભ મેળવી શકે છે.

પ્રિન્‍ટ કાઢવા માટે ક્લિક કરો

મફત છત્રી યોજના | Free Umbrella Scheme Gujarat | બાગાયતી યોજના

Leave a Comment