આઈ ખેડૂત પશુપાલન યોજના 2022 । 12 દુધાળા પશુ યોજના । પશુપાલન યોજના ફોર્મ । પશુપાલન લોન અરજી । કેટલ શેડ યોજના 2022

પશુપાલનની યોજનાઓ મા પશુપાલન લોન યોજના જેમા 12 દુધાળા પશુ યોજના માટે પશુપાલન યોજના ફોર્મ અને આઈ ખેડૂત પશુપાલન યોજના ને નાબાર્ડ યોજના, કેટલ શેડ યોજના, ડેરી યોજના જેવા વિવિધ નામે જાણી સહાય છે. ડેરી પશુપાલન અને ડેરી વિજ્ઞાન માંથી પશુપાલન ની માહિતી મળે છે. પશુપાલન એપ પર પશુપાલન ખાતુ ખોલે પશુપાલન વિશે માહિતી મેળવી સકાઇ છે. પશુપાલન લોન અરજી ઓનલાઇન કરી શકાય છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી પશુપાલન થકી સ્વરોજગારી માટે સહાયની વિવિધ યોજનાઓ વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

ગુજરાત પશુપાલનની યોજનાઓ 2022 વિગતો

યોજનાનું નામ ગુજરાત પશુપાલનની યોજનાઓ 2022
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુ પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2022

12 દુધાળા પશુ યોજનાનો લાભ કોને મળી શકે?કયા સ્વરૂપે મળશે અને સહાયની ટકાવારી,

  • ગુજરાત ના તમામ પશુપાલકો.
  • ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર 5 (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5 % વ્યાજ સહાય,
  •  મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિના લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય,
  • ગીર / કાંકરેજના યુનિટ માટે મહત્તમ 12 % વ્યાજ સહાય
  • કેટલશેડના બાંધકામ પર 50% મહત્તમ રૂ.1.50 લાખ સહાય,
  • ગીર / કાંકરેજ માટે 75% મહત્તમ રૂ. 2.25 લાખ સહાય
  • પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર 75% મહત્તમ રૂ.43,200/- ની સહાય,
  • ગીર / કાંકરેજ પર 90% મહત્તમ રૂ. 51,840/- સહાય
  • મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે
  • ઇલેક્ટ્રિક ચાફકટર રૂ. 15,000/- મહત્તમ,
  • ફોગર સીસ્ટમ રૂ.7,500/- મહત્તમ,
  • મિલ્કીંગ મશીન રૂ.33,759/- મહત્તમ
  • ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના 90% લેખે અનુક્રમે મહત્તમ રૂ. 18,000/-, રૂ. 9,000/- અને રૂ. 40,500/- સહાય.
નાબાર્ડ દ્વારા નિયત કરેલ એકમ કિંમત (વર્ષ-2017-18 થી અમલી)
  • જાફરાબાદી ભેંસ – રૂ. 70,000/-
  • બન્ની ભેંસ – રૂ.70,000/-
  • સુરતી ભેંસ – રૂ.40,000/-
  • મહેસાણી ભેંસ – રૂ.65,000/-
  • ગીર ગાય – રૂ.60,000/-
  • કાંકરેજ ગાય – રૂ.40,000/-
  • એચ.એફ. સંકર ગાય – રૂ.60,000/-
  • જર્શી સંકર ગાય – રૂ.45,500/-
  • એન. ડી. ભેંસ – રૂ.40,000/-
  • એન. ડી. ગાય – રૂ 20,000/-.
દૂધાળા ૫શુઓના એકમ માટે નાબાર્ડ દ્વારા નિયત કરેલ યુનીટ કોસ્ટ અથવા બેંક ઘ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમ ઉપર નિયત થયેલ વ્યાજ સહાય મળશે.

 12 દુધાળા પશુ યોજના અમલીકરણ સંસ્થા

ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન લી.

12 દુધાળા પશુ યોજના અરજી કરવાની પધ્ધતિ

રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા / બેંક પાસેથી ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે ધિરાણ મંજુર કરાવ્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી.

12 દુધાળા પશુ યોજના અરજી પત્રક સાથે રજુ કરવાના દાખલા-પ્રમાણપત્રો

  • રહેઠાણના પુરાવાની નકલ (બારકોડેડ રેશનકાર્ડ/લાઇટબીલ/બેન્ક પાસબુકનું સરનામા વાળુ પાનું)
  • સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ(આધારકાર્ડ/મતદાર ઓળખકાર્ડ/ડ્રાયવિંગ લાયસન્સ/કિસાન ક્રેડીટ કાર્ડ)
  • જાતિ અંગેનો દાખલો (ફક્ત અનુ. જાતિ, અનુ જન જાતિ માટે જ)
  • બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
  • બેંક લોન મંજૂરી આદેશની નકલ (Loan sanction Letter)
  • જમીન માટેનો આધાર: આકારણી પત્રક, ૭/૧૨ અને ૮ અ અથવા જમીન અંગેના ભાડા કરાર – લીઝની નકલ
  • અરજદારનું નિયત બાંહેધરી પત્રક

અન્ય શરતો 

  • પશુપાલકે ૧૨ (બાર) દુધાળા પશુઓ (ગાય / ભેંસ) ની નવી ખરીદી તથા ડેરી ફાર્મનું નિયત માપદંડ મુજબ થયેલ નવું બાંધકામ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે,
  • રીનોવેશન અને રીપેરીંગ માટે યોજના હેઠળ સહાય મળવા પાત્ર નથી.
  • લાભાર્થી પોતાની માલિકીની જમીન અથવા વારસાઇ હક અથવા ભોગવટાની જમીન ધરાવતા હોવા જોઇએ. તદ્ઉપરાંત, લાભાર્થી જમીન ધરાવતા ન હોય તો ભાડાની જમીન પર ઓછામાં ઓછા ૭ (સાત) વર્ષના ભાડા કરાર પર પણ ડેરી ફાર્મની સ્થાપના કરી શકશે.
  • આ યોજના હેઠળ સહાય માટે પશુ ખરીદી, ડેરી ફાર્મનું બાંધકામ તથા પશુઓનો વિમો, આ ત્રણ કોમ્પોનન્ટ ફરજીયાત છે. આ ઉપરાંત ઇલેક્ટ્રીક ચાફકટર, મીલ્કીંગ મશીન તથા ફોગર સીસ્ટમ પૈકી જરૂરિયાત મુજબના કોમ્પોનન્ટની સહાય મેળવી શકાશે.
  • પશુખરીદી માટે રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા પાસેથી ધિરાણ મેળવેલ હોવું.

 

Leave a Comment