Rotavator Sahay Yojana Gujarat 2022 | રોટાવેટર સહાય યોજના

Rotavator Sahay Yojana Gujarat Online | આઇ ખેડૂત રોટાવેટર સહાય યોજના | ખેડૂત લક્ષી  યોજનાઓ | Rotavator Sahay Yojana 2022 | Ikedut Portal Rotavator Sahay Yojana 2022 | ખેડૂત રોટાવેટર સહાય યોજના | Gujarat Agriculture Subsidy Scheme 2022 

ગુજરાત સરકાર દ્વારા રોટાવેટર ની ખરીદી પર સબસીડી આપવામાં આવી રહી છે આ સબસીડી નો લાભ લેવા માટે ખેડૂતો એ I khedut portal પરથી અરજી ના ફોર્મ ભરવાના રહશે

Rotavator Sahay Yojana 2022 | રોટાવેટર સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે રોટાવેટર સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાએ ગુજરાત રાજ્ય ના Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આમ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને ભવિષ્યમાં પણ ખેડૂતોના પ્રોત્સાહન માટે ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવશે. Rotavator Yojana Gujarat માં કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

Rotavator Sahay Yojana Gujarat

યોજનાનું નામરોટાવેટર સહાય યોજના 2022
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેત
ઓજારો સબસીડી પર આપવામાં આવશે.
લાભાર્થીગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા
રૂ. 50400 /- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ21/03/2022

રોટાવેટર સહાય યોજનામાં સહાયનું ધોરણ

ગુજરાત રાજ્ય સરકારની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ subsidy અગાઉથી નક્કી થયેલી છે. ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે. જેમાં જુદી-જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

આ સ્કીમમાં અલગ-અલગ ટ્રેક્ટર અને રોટાવેટર માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.

  • ખેડૂતો માટે એમના ટ્રેકટર 20 થી વધુ અને 35 બી.એચ.પી.થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.34,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ. 42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેકટર 35 B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી  પર કુલ ખર્ચના 40%  અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40 % અથવા રૂ.35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 ફીટ રોટાવેટરની ખરીદી પર  કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

રોટાવેટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવેલી રોટાવેટર યોજના માટે ઓનલાઈન અરજી કરવા શરૂ થઈ ગયેલી છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જો તમે આ દોષના વિશે લાભ લેવા ઈચ્છતા હોય તો નીચે આપેલા બધા જ Documents તૈયાર રાખો.

  1. ખેડૂતની જમીનની નકલ 7-12
  2. રેશનકાર્ડની નકલ (Ration Card)
  3. ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  4. અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  5. અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  6. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  7. અરજી કરનાર ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  8. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  9. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  10. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે માટેનું પ્રમાણપત્ર
  11. ખેડૂતના બેંક ખાતાની પાસબુક
  12. ખેડૂતનો મોબાઈલ નંબર

Leave a Comment