ટ્રેકટર લોન યોજના 2023 | Tractor Loan Yojana 2023 : ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ નિગમની સ્થાપના વનબંધુઓના કલ્યાણ માટે કરવામાં આવેલ હતી.
ટ્રેક્ટર લોન સહાય યોજના : જે ગુજરાતના જંગલ વિસ્તારમાં કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ વસતા આદિજાતિના નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે લોન યોજનાઓ આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા અનુસૂચિત જન જાતિના નાગરિકો NSTFDC દ્વારા આપવામાં ટ્રેકટર પર લોન વિશે વિગતવાર માહિતી મેળવીશું. ટ્રેકટર લોન માટે કેવી રીતે એપ્લિકેશન કરવી, તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.
ટ્રેક્ટર લોન સહાય યોજના
National Scheduled Castes Finance and Development Corporate દ્વારા ટ્રેકટર લોન આપવામાં આવશે છે. આ લોન યોજના આદિજાતિના નાગરિકોને આપવામાં આવે છે. ST જ્ઞાતિના નાગરિકોને ખેતી કરવા માટે જરૂરી ટ્રેકટર લેવા માટે Adijati Nigam Gujarat દ્વારા આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ, કેટલા રૂપિયાની લોન મળે, વ્યાજદર કેટલું ચૂકવવાનું રહેશે વગેરે આ આર્ટિકલના માધ્યમથી મેળવીશું.
ટ્રેક્ટર લોન સહાય યોજના- હાઇલાઇટ્સ
યોજનાનું નામ | ટ્રેક્ટર લોન સહાય યોજના |
યોજનાનો ઉદેશ | અનુસુચિત જનજાતિના ખેડૂતોને સાધનની એટલે ટ્રેક્ટરની ખરીદી આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જનજાતિના લોકો |
લોનની રકમ | આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 6 લાખની લોન મળશે |
લોન પર વ્યાજદર | માત્ર 6% વ્યાજદર લોન પર આપવામાં આવશે. |
સત્તાવાર સાઈટ | https://adijatinigam.gujarat.gov.in/ |
યોજનાનો લાભ લેવા માટેની લાયકાત અને પાત્રતા
Adijati Vikas Vibhag Gujarat દ્વારા ટ્રેકટર યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ લોન આપવા માટે અગાઉથી લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે.
- અરજદાર મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ
- અરજદાર આદિજાતિનો હોવો જોઈએ
- અરજદાર પાસે વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ
- લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ
- આ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે
ટ્રેક્ટર લોન યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ
Tribal Development Department Gujarat દ્વારા Schedule Tribal ના લોકોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુલ રૂપિયા 6,00,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 5% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે
આ યોજના માટે મળતી લોનનો વ્યાજદર
આદિજાતિ નિગમ દ્વારા અનુસૂચિત જન જાતિઓને લોન આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 6 % ના વ્યાજદર સાથે લોન મળશે.
- લાભાર્થી દ્વારા લીધેલી લોન 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાની રહેશે
- લાભાર્થી દ્વારા મેળવેલ લોન પરત ભરવામાં વિલંબિત થશે તો વધારાના 2.50 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.
યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા
Adijati Nigam દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. આ લોન યોજનાનો લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે
- ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
- રેશન કાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુક
- ઓનલાઈન એપ્લીકેશન અરજી
- આધાર કાર્ડની નકલ
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
- જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદારોએ રૂ. 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું
- નિયત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ
- રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
ikhedut Portal : બાગાયતી ખેતી માટે 60 થી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |